સ્વપ્નાનું ફળ

સ્વપ્નાનું ફળ

  સ્વપ્નામાં હરણ દેખાય, પ્રાર્થના કરવી. બંદગી કરવી એ શુભ છે. સરોવર દેખાય તો વેપારમાં લાભ, મેળો દેખાય તો ભાવિ આશા પાર પડે. સ્વપ્નામાં પોતાની જ હથેલીમાં ચંદ્ર જુએ તો સંસાર જીવનની ઉજ્જવળતા સમજવી. સ્વપ્નામાં હરણ દેખાય તો વેપારમાં લાભ, મેળો દેખાય તો ભાવિ આશા પાર પડે. સ્વપ્નામાં પોતાની જ હથેલીમાં ચંદ્ર જુએ તો સંસાર જીવનની ઉજ્જવળતા સમજવી. સ્વપ્નામાં ઊડવાનું દૃશ્ય પણ શુભ છે.

 

સ્વપ્નામાં ઠંડું પાણી જોવું એ પ્રવાસની એંધાણી દર્શાવે છે. પાણી વહેતું જોવું એ વ્યાપારમાં લાભ અપાવે. પાણી ગરમ જોવું, ગરમ પાણીના ફુવારા ઊડતા જોવા, ઊકળતું પાણી જોવું એ માંદગીની એંધાણી સમજવી.

 

સ્વપ્નામાં અત્તર સૂંઘવું, અનુભવ કરવો એ અતિ શુભ મનાયું છે; વિલાસ વૈભવનું પ્રતીક મનાયું છે. કન્યા હોય તો જલદી વિવાહ થાય. યુવક હોય તો જલદી લગ્ન પ્રસંગ સાંપડે.

 

સ્વપ્નામાં સોય જોવી, સોય થકી સાંધતા જોવું એ પણ કૌટુંબિક લાભ અપાવે છે. સ્વપ્નામાં સોયમાં દોરો પરોવતી સ્ત્રી જોવી પણ લાભ છે. સ્વપ્નામાં ધાસ જોવું દરિદ્રતાસૂચક મનાયું છે. લીલું ઘાસ શુભ છે. સ્વપ્નામાં હાથી જોવો શુભ છે. દાદર, પગથિયાં, મંદિર, મકાનની સીડી ચઢતાં દ્દશ્યો સ્વપ્નામાં દેખાય તો ધારેલા કામમાં સફળતા મળશે એ નક્કી છે. સીડી કે દાદર પરથી પડવાનું દશ્ય આવતી આફતોની એંધાણી સમજવી.

 

સ્વપ્નામાં કમળ, ફૂલ, તોરણ, પનિહારીનાં દર્શન શુભ છે. સ્વપ્નામાં દેવી-દેવતાનાં દર્શન થાય તો ધારેલા કામમાં પીઠબળ મળી રહેશે એવું સૂચન છે.સ્વપ્નામાં સરોવર જોવું શુભ છે. સરોવરમાં કમળ હોય તો તે ફળદાયક મનાય છે.

 

સ્વપ્નામાં ગૂંચળું વાળી ફેણ કાઢીને ડોલતો નાગ દેખાય તો શુભ જાણવું. નાગ દોડતો દેખાય તો ધારેલા કામમાં આંટાફેરા બાકી સમજવા.

 

સ્વપ્નામાં શ્વાન કે પડો દેખાય તો તે અત્યંત અશુભ મનાય છે. ઘોડો કે ઘોડેસવાર દેખાય તો શુભ. પોતે ઘોડા ઉપર બેસીને જતો દેખાય તો વેપારવૃઘ્ધિ થાય.

 

સ્વપ્નામાં પોતે ખચ્ચર ઉપર સવાર થયા દેખાય તે શુભ; પણ બીજાઓ ખચ્ચર પર બેઠેલા દેખાય તો મુસાફરીનો યોગ જાણવો.

સ્વપ્નામાં ખજૂર દેખાય તો વ્યાપારી લાભ થાય, ખજૂરનો ઠળિયો બહાર કાઢતા દેખાય તો બાળકના આગમનના શુભ સમાચાર મળે.સ્વપ્નામાં પોતે હજામત કરાવતા દેખાય તો શુભ; પણ એ દ્દશ્ય સ્ત્રીઓ જુએ તો અશુભ માનવું.

 

સ્વપ્નામાં ભરવાડ જોવામાં આવે તો અત્યંત શુભ મનાય છે. દીવો સળગતો જણાય તો આયુષ્યની વૃધ્ધિ કરાવે. કુટુંબકબિલાની પણ વૃધ્ધિ સમજવી. દીવો બુઝાતો માલૂમ પડે તો અપશુકન સમજવા.

સ્વપ્નામાં ચાંદી દેખાય તો શુભ, પણ ચાંદી ગળાતી જોવામાં આવે તો વ્યાપારમાં નુકસાની સમજવી.સ્વપ્નામાં ઊંદરને જોવો શુભ છે. અણધારેલો લાભ થાય. સ્વપ્નામાં જનાજો-નનામી જોવામાં આવે તે જોનારને સિધ્ધિ મળે. તે મોટો માણસ બને છે. ઝાડનાં દર્શન અપશુકનિયાળ ગણાય. એ જ રીતે હીંચકાનાં દર્શન પણ અશુભ છે. તે આવરદા ઘટવાની છે.

 

સ્વપ્નામાં ચૂલો ઠંડો જોવામાં આવે તો મંદીના દિવસ સમજવા. સગડી સળગેલી હોય, ઉપર ભોજનના પાત્ર ગરમ થતાં હોય તો ઉન્નતિના દિવસ સમજવા.

 

સ્વપ્નામાં ખુરશી જોવામાં આવે તો માન-મરતબો મળે. ભાવિમાં ઉન્નતિ સમજવી. તમારી સામેથી કોઈ ખુરશી ખેંચી લે તો માનભંગના દિવસ સમજવા.સ્વપ્નામાં કફન જોવામાં આવે તો લાંબું આવરદા બતાવે છે. કફન ઓઢતા જોવામાં આવે તો સુખ-સંપત્તિની પ્રાપ્તિ થાય છે. સ્વપ્નામાં મેના, મોર, પોપટ જોવામાં આવે તો બાળકની વૃધ્ધિનાં ચિહ્નો સમજવાં. મોટી ઈમારત જોવામાં આવે તે ઈચ્છાઓ પૂર્ણ થાય. સોનું જોવામાં આવે તે લાભકર ગણાય. વાવાઝોડું, 5 yx તોફાન સ્વપ્નામાં દેખાય તો નજીકના જ માણસો સાતે ઝઘડો-ગો થવાનો સંભવ જાણવો.

 

સ્વપ્નામાં તમારા હાથમાં ખંજર જુઓ તો ફતેહ થવાની નિશાની સમજવી. સ્વપ્નામાં શિકાર કરતા જુઓ - તમે જાતે જ શિકાર કરતા હોય એમ દખાય તો કુંવારા હો તો સારી કન્યા મળે. સ્વપ્નામાં દેવદેવી, સંત, ભગવાન શંકર, કૃષ્ણનાં દર્શન શુભ છે. સ્વપ્નામાં ઊંડા ખાડામાં ડોકિયું કરવાના દેખાવાથી માલ-મિલ્કત પર આફત સમજવી. અકસ્માત દેખાય તો મુસાફરી મોકુફ રાખવી.


સ્વપ્નામાં પોતે જ ઝેર પીતો જુએ તો આયુષ્ય વધ્યું સમજવું. દીપક ઝળહળતો દેખાય તો તે શુભ. પોતાનું મૃત્યુ નિહાળે તો તે શુભ ગણાય.


સ્વપ્નામાં પોતાની પથારી પાસે કૂતરો, શિયાળ કે વાનર બેઠેલો જુએ તો માંદગી આવવાનાં ચિન્હો સમજવાં. પોતે જ નૃત્ય કરતો દેખાય, ગીત ગાતો માલૂમ પડે તો સમજવું રડવાના દિવસ આવ્યા.


સ્વપ્નામાં ધજા ફરફરતી દેખાય તો વેપાર વધે, વાંસ સાથે ચોંટેલી દેખાય તો પડતીના પાયા સમજવા. ધજા વાંસની નીચે ઉતરેલી દેખાય તો મૃત્યુના સમાચાર મળે.