ગરોળી અંગે શુકન-અપશુકન

ગરોળી અંગે શુકન-અપશુકન

મસ્તક પર ગરોળી પડે તો લક્ષ્મીપ્રાપ્તિ થાય, લલાટ પર પડે તો ઐશ્વર્યની વૃધ્ધિ થાય. કાન પર પડે તો સુંદર ભૂષણ (કપડા)ની પ્રાપ્તિ થાય. નેત્ર પર પડે તો લાભ થાય. નાક ઉપર પડે તો સારા સમાચાર મળે. ખભા ઉપર પડે તો વિજય મળે. બંને હાથ પર પડે તો ધનનો લાભ અને ખર્ચ બંને થાય.


છાતીના ભાગ પર ગરોળી પડે તો સૌભાગ્યવૃધ્ધિ ગણવી. ફૂખ ઉપર પડે તો પુત્રપ્રાપ્તિની નિશાની. નાભિ ઉપર પડે તો પુત્રપ્રાપ્તિની નિશાની. પીઠ પર પડે તો મહાન લાભ થાય. બંને પાસા પર પડે તો ભ્રાતૃસ્નેહ વધે. ગૃહ્યસ્થાન પર પડે તો મિત્રોનું આગમન જાણવું. જાંધ પર પડે તો પૈસાની હાનિ જાણવી.


ગુદા ઉપર પડે તો રોગનું આગમન જાણવું. બંને ઘૂંટણ ઉપર પડે તો વાહનની પ્રાપ્તિ થાય. જાંઘની પીંઢરી પર પડે તો ધનસંગ્રહ થાય. પગ ઉપર મુસાફરીનો યોગ જાણવો.


દેહ ઉપર ગરોળી પડે અને અંગની ઉપર ચઢી જાય તો ઉત્તમ, નીચે પડે તો કનિષ્ટ ફળ મળે. પ્રભાત કાળમાં દ્વાર ખોલતા જ ગરોળી ઉ૫૨ દેખાય તો અર્થલાભ. દરવાજા બહાર નીકળતી દેખાય તો રાજભય ગણાય.


જો ગરોળી ધનવાનના મસ્તકે પડે તો ધનનાશના એંધાણ સમજવા. જો દરિદ્રના મસ્તકે પડે તો દરિદ્રતા જાય. ગરોળી પીઠ પર પડે તો મૃત્યુના જ સમાચાર મળે.


ગરોળી આગળથી જમણી દિશા જાય મનવાંછિત ફળ મળે. જેના અંગમાં ગરોળી ઉપર પડે તો મિત્ર મેળાપ થાય. હાથ પર પડે તો અર્થલાભ. પેટ પર પડે તો મુસાફરી યોગ જાણવો.


જે નવા ઘરમાં પ્રવેશ કરે તેનાથી તે ઘરમાં પ્રથમ ગરોળી દેખાય તો તેણે પોતાનું મૃત્યુ સમજવું અથવા મરેલી ગરોળી દેખાય અને તેની ૫૨ કીડી મંકોડા ફરી વળ્યા હોય તો ઘર રોગીષ્ટ સમજવું. એક ગરોળી બીજી ગરોળીને મળતી દેખાય તો કોઈ પ્રિયનું મળવું સમજવું. પોતાના ધરમાં જઈને ફરી બહાર આવે તો ભય સમજવો. નીચા સ્થાન ઉપર ગમન કરતી દેખાય તો રાજભય સમજવો.


ગરોળી જમવાના પાત્રમાં પડે તો ચિંતનથી વધુ લાભ મળે. પગની આંગળી ઉપર પડે તો તે શ્રેષ્ઠ ફળ આપે. ગામ જતા આગળ ગરોળી બાલે તો શુભ. પથપીઠ પર બૉલે તો મૃત્યુનો અર્થ સમજવો. વામ ભાગમાં બોલે તો શુભ થાય.


ઘરમાં પ્રવેશ કરતાં બોલે તો ભય સમજવો. માણસ ચિંતાતુર હોય ને ગરોળી બોલે તો ચિંતા વધે. સ્નાન કરી વસ્ત્ર મહેરતી વખતે બોલે તો સ્ત્રી લાભ. ઘરની બહાર બોલે તો અગ્નિનો ભય સમજવો. રાત્રિના દીપક કરતી વખતે બોલે તો દીપ ના થાય. અર્ધરાત્રિએ બોલે તો તસ્કર ભય સમજવો. ઊંઘતા મનુષ્ય પર ગરોળી પડે અને સ્થિર રહે તો તે માનવી છ મહિના પછી મૃત્યુ પામે.


પ્રભાત કાળે દક્ષિણ દિશામાં ગરોળી બોલે તો શુભ, પશ્ચિમ તરફ બોલે તો અપૂર્વ શ્રેષ્ઠતા મળે. 


સવારના પહોરમાં આંખ ખુલતાની સાથે ગરોળી દેખાય તો મહેમાનનું આગમન થાય.


ગરોળીનો સમાગમ જોવામાં આવે તો તે પુરુષને સ્ત્રીક્રીડાનું સુખ મળે. કુંવારો હોય તો તેનાં લગ્ન વહેલાં થાય છે.


ગરોળી ઉપરથી નીચે પડી જાય અને તે તિથિ પડવો હોય તો રોગ થાય, બીજ હોય તો અશુભ, ત્રીજ હોય લાભ, ચૌથ હોય તો રોગ આગમન, પાંચમ છઠ્ઠ સાતમે ધનપ્રાપ્તિ, આઠમ નોમ દશમે ગરોળીનું પડવું મરણ સૂચવે છે. અગિયારસે પુત્રલાભ આપે, બારસ ધનલાભ, તેરસ હાનિ, ચૌદસ પણ હાનિ, અમાસમાં કુટુંબમાં કોઈનું મરણ સૂચવે, પૂનમ પણ એ હકીકત દર્શાવે છે.


પ્રભાતકાળે ગરોળી બોલતી દેખાય તો અપૂર્વ આચાર્યતામાં શ્રેષ્ઠતા મળે. પશ્ચિમમાં બોલે તો કુમારિકા આવે. ભોજન સમયે બોલે રાજાનો અનુગ્રહ થાય. પ્રદોષ કાળમાં બોલે તો અગ્નિનો ભય. રાત્રિના બીજા પ્રહરમાં બોલે તો રાજાના સમાચાર મળે. ત્રીજા પ્રહરમાં બોલે તો ધનલાભ. ચોથા પ્રહરમાં પશ્ચિમમાં બોલે તો મૃત્યુ થાય.


સૂર્યોદય સમયે ગરોળી ઉત્તર દિશામાં બોલે દ્રવ્ય મળે. દિવસના પ્રથમ પ્રહરમાં ગરોળી બોલે તો મિત્રનું આગમન થાય.