વનસ્પતિ દ્વારા નવગ્રહ શાંતિ

વનસ્પતિ દ્વારા નવગ્રહ શાંતિ

સૂર્યઃ સૂર્ય ગ્રહની શાંતિ માટે રવિવારે બીલીનું મૂળ લાવીને ગુલાબી કપડામાં સીવીને તે પોટલી ગળા કે જમણા હાથે બાંધવાથી સૂર્યની પ્રીતિ મળે છે.

 

ચંદ્રઃ ચંદ્ર અશુભ ફળ આપતો હોય તો તેની શાંતિ માટે સોમવારે રાયણના વૃક્ષનું મૂળ લાવીને સફેદ રેશમી કપડામાં સીવી તે પોટલી ગળામાં પહેરવી કે જમણા હાથે બાંધવી, ચંદ્રદેવ શુભ ફળ આપશે.

 

મંગળઃ નડતા મંગળદોષની શાંતિ માટે મંગળવારે અનંતનું મૂળ લાલ રેશમી કપડામાં સીવી તે પોટલી ગળામાં બાંધવાથી મંગળ અશુભ ફળ આપતા નથી.

 

બુધઃ બુધની ખરાબ અસરના નિવારણ માટે બુધવારે સમુદ્રશોષ (વરધારો) લાવી લીલા રંગના રેશમી કપડામાં સીવીને તે પોટલી હાથે અથવા ગળામાં બાંધવી.

 

ગુરુ: દેવની શાંતિ માટે ગુરુવારે કેળ અથવા નારંગીના વૃક્ષનું મૂળ પીળા રેશમી કપડામાં સીવીને તે પોટલી હાથે બાંધવાથી શુભ ફળ મળે છે.

 

શુક્રઃ શુક્ર ગ્રહની શાંતિ માટે શુક્રવારના દિવસે સરપંખા (અંગોતરો)નું મૂળ લાવી સફેદ રેશમી કપડામાં સીવી તે પોટલી ગળામાં પહેરવાથી શુક્ર ગ્રહ શુભ ફળ આપે છે.

 

શનિઃ શનિ ગ્રહની શાંતિ માટે શનિવારે વીંછીડાનું મૂળ લાવી કાળા રંગના રેશમી કપડામાં સીવી તે પોટલી હાથે બાંધવાથી લાભ થાય છે અને શનિની વક્ર દૃષ્ટિ હોય તો રાહત મળે છે.

 

રાહુઃ બુધવારના દિવસે સફેદ ચંદનનું લાકડું વાદળી રેશમી કપડામાં સીવીને તે પોટલી

ગળામાં પહેરવાથી રાહુ ગ્રહની ખરાબ અસરો ઓછી થાય છે.

 

કેતુઃ કેતુ ગ્રહની શાંતિ માટે ગુરુવારે અશ્વગંધાનું મૂળ લાવી આસમાની રેશમી કપડામાં સીવીને તે પોટલી ગળામાં બાંધવી જોઈએ.