રુદ્રાક્ષનું જાણવા જેવું

રુદ્રાક્ષનું જાણવા જેવું

રુદ્રાક્ષ આંબળાં જેવાં મોટાં હોય તે શ્રેષ્ઠ ગણાય છે. કુલ ૩૮ પ્રકારના રુદ્રાક્ષ થાય છે. બાર જાતના રુદ્રાક્ષ ઘેરા બદામી રંગના સૂર્યનાં નેત્રો જેવા ને દશ જાતના શ્યામ રંગના અગ્નિ ઉત્પન્ન કરે છે. બોર જેવડા રુદ્રાક્ષ સુખ-વૈભવ વધારે છે. ચણા જેવડા રુદ્રાક્ષ અધમ ગણાય છે.


રુદ્રાક્ષના ચાર પ્રકારમાં સફેદને બ્રાહ્મણ, લાલને ક્ષત્રિય, પીળા રુદ્રાક્ષને વૈશ્ય અને કાળા રુદ્રાક્ષને શૂદ્ર તરીકે ઓળખવામાં આવે છે. રુદ્રાક્ષ એક સરખા પ્રમાણે ગોળ લીલા, મજબૂત કાંટાવાળા અતિ ઉત્તમ મનાય છે.


જે રુદ્રાક્ષ કુદરતી રીતે જ વીંધાયલા હોય તો અતિ માનવા. જંતુઓએ કોરી ખાધા હોય, વચ્ચે તડ હોય એવા રુદ્રાક્ષ ધારણ કરવા યોગ્ય મનાતા નથી.


રુદ્રાક્ષ ધારણ કરતા પહેલા યોગ્ય છે કે કેમ તે જાણકારો પાસે તપાસાવી લેવા. બાદ શુધ્ધ ઘીમાં ડુબાડી રાખવા. આઠ દિવસ બાદ બહાર કાઢવા.


રુદ્રાક્ષમાં પંચમુખી ઉત્તમ માનવામાં આવે છે જેનો વધુ ઉપયોગ થાય છે. રુદ્રાક્ષને તાંબા, ચાંદી અને સોનાના તારમાં કે રેશમની દોરીમાં પરોવવા જોઈએ. રુદ્રાક્ષ ધારણ કરનારે સાત્ત્વિક ભોજન લેવું જોઈએ. સ્ત્રી સંગ વખતે અંગ પરથી દૂર કરવા ઘટે.


સાચો રુદ્રાક્ષ પાણીમાં ડૂબે છે. એકમુખી રુદ્રાક્ષ પર ૐૐનું ચિન્હ હોય તે વધુ ઉત્તમ છે. તેનો વિશેષ ઉપયોગ સન્યાસીઓ કરે છે.


દ્વિમુખી રુદ્રાક્ષ અર્ધનારિશ્વરનું સ્વરૂપ હોય સર્વ ઈચ્છાઓ પરિપૂર્ણ કરે છે. ચિત્તની એકાગ્રતા થાય, તામસી વૃત્તિ દૂર થાય, મનને શાંતિ મળે છે, ભજન-ભક્તિમય જીવન ગુજારનાર માટે અતિ ઉત્તમ છે.


ત્રિમુખી રુદ્રાક્ષ અગ્નિ સ્વરૂપ છે. જે ધારણ કરવાથી માતા સરસ્વતી પ્રસન્ન થાય છે. વિદ્યાભ્યાસ કરનાર માટે આ રુદ્રાક્ષ ઉત્તમ છે.


ચતુર્મુખી રુદ્રાક્ષ સાક્ષાત્ બ્રહ્માજીનું સ્વરૂપ હોઈ ધર્મ, અર્થ, ફામ, મોક્ષના દાતા ગણાય છે. દૂધમાં ઉકાળીને પીવાથી માથાનો દુઃખાવો મટે છે. માથાના અન્ય રોગમાં વપરાય છે.


પંચમુખી  ુદ્રાક્ષ પંચબ્રહ્મ સ્વરૂપ મનાતું હોય કાલાગ્નિનો સામનો કરે છે. સર્વ કાંઈ કરવા સમર્થ છે.


છમુખી રુદ્રાક્ષ કાર્તિકેય સ્વામીનું સ્વરૂપ છે. જમણા હાથમાં ધારણ કરવાથી જ્ઞાનની વૃધ્ધિ થાય છે. વિદ્યાના ઉપાસકો માટે ઉત્તમ છે. કાર્યમાં સંપૂર્ણ સફળતા મળે છે.


સપ્તમુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી દરિદ્રતા ઘટે છે, સુખ-સંપત્તિ મળે છે.


અષ્ટમુખી રુદ્રાક્ષ ડાબે હાથે ધારણ કરવાથી નવદુર્ગા મૈયા પ્રસન્ન રહે છે. મહંમાયાની આરાધના ફળે છે. સંતાન સુખની પ્રાપ્તિ થાય છે.


દશમુખી રુદ્રાક્ષ વિષ્ણુરૂપ છે. આ પહેરવાથી બધી કામનાઓ પૂર્ણ થાય છે. આ રુદ્રાક્ષ ભાગ્યે જ મળે છે. આ રુદ્રાક્ષ ધારણ કરનારનું અકાળ મૃત્યુ થતું નથી. અકસ્માતમાં અદ્ભુત બચાવ થાય છે. આ જ રીતે ૧૧, ૧૨, ૧૩, ૧૪ મુખી રુદ્રાક્ષ આવે તે જાણકાર વેદપાઠી બ્રાહ્મણની સલાહ લઈ યોગ્ય પૂજન-અર્ચન કરીને જ રુદ્રાક્ષ ધારણ કરવા.


અગિયારમુખી રુદ્રાક્ષ એ રુદ્રસ્વરૂપ હોઈ સોભાગ્યની વૃધ્ધિ કરે છે. અસાધારણ તેજસ્વીતા આ રુદ્રાક્ષ ધારણ કરનાર સજીવંત બને છે. આ રુદ્રાક્ષ ધારણ કરનાર સ્ત્રીને સંતાન સુખ મળે છે.


બારમુખી રુદ્રાક્ષ બાર સૂર્યનું જ રૂપ હોઈ સૂર્યની ઉપાસનામાં અતિ ઉત્તમ છે. રોગ-શત્રુનો નાશ કરે છે, આરોગ્યની વૃધ્ધિ કરે છે.


ગૌરીશંકર નામનો જોડિયો રુદ્રાક્ષ આવે છે, જે શિવ-પાર્વતી સ્વરૂપ મનાય છે..


હૈદ્રાક્ષ ધારણ કરતી વખતે પવિત્ર અવસ્થા હોવી જરૂરી છે તેમજ મંત્રન્યાસ પણ હોય તો વધુ ઉત્તમ માનવામાં આવે છે.