ભૂમિ સંશોધન વિદ્યા

ભૂમિ સંશોધન વિદ્યા

 

1.       જે જગ્યાએ સૂવાથી દરરોજ સ્વપ્નામાં દેવતાઓ, બ્રાહ્મણો, અગ્નિદેવ અને દૂધ, દહીં, ઘી વગેરે દેખાય, તથા જ્યાં તુલસીનું ઝાડ સ્વયં ઉત્પન્ન થાય તે જગ્યા અતિ પવિત્ર માનવી. ત્યાં દેવતાઓનો નિવાસ સમજવો.

 

2.       જો જગ્યાએ ચીકણી માટી મીઠા સ્વાદવાળી હોય તથા કાંટાવાળા વૃક્ષો વધારે હોય અથવા કીડી મંકોડીનાં ઈંડાં દરરોજ દેખાય અને ધોથી ભૂમિ છવાયેલી હોય ત્યાં ચોક્કસ પાણી સમજવું.

 

3.       જે જમીનમાં સફેદ ફૂલવાળી ભોંયરીગણી હોય તે જગા ઉપર દેવતાના અધિકારથી રક્ષિત ધન અવશ્ય હોય છે.

 

4.       જે જગા પર કમળના ફૂલ જેવી સુગંધ આવતી હોય, પાણી ખેંચતી વખતે કોઈ પુષ્પની સુગંધ આવતી હોય, જ્યાંની માટી સફેદ રંગની ચીક્કી હોય, અથવા મીઠી સ્વાદવાળી હોય ત્યાં અવશ્ય ધન સમજવું.

 

5.       જે જગ્યાએ સૂવાથી સ્વપ્નમાં દરરોજ સ્ત્રીની સાથે સફેદ રંગની ગાય, સફેદ રંગના સાપ, મોતી, હરદી કમળનું ફૂલ અથવા અન્ય પાણીના જંતુ (માછલા તથા અન્ય જ્વ) આ બધાં સવારમાં વારંવાર દેખાય તો તે જગ્યાએ ધન સમજવું.

 

6.       જે જગ્યાએ માટી લાલ જમીન જેવી હોય અને શિયાળ વગેરે પ્રાણીવાળી હોય તથા ઝાડ પોતાની જાતે સૂકાઈ જતાં હોય ત્યાં હંમેશાં હાડકાં હોય છે.

 

7.       જે જગ્યાએ તેલથી ભરેલો દીવો પ્રગટાવ્યા છતાં વારંવાર ઓલવાઈ જાય અથવા દીવાની જ્યોતિ ઝાંખી બળે, જ્યાં રહેવાથી ચિત્તમાં ઉદ્વેગ રહેતો હોય, દૈહિક યા ભૌતિક ઉપદ્રવ હોય તે જગ્યાએ હાડકાં હોય છે.

 

8.       જે જગ્યાએ સૂવાથી ફૂલવાળા ઝાડ, વાંઝણી સ્ત્રી, ફૂટેલાં માટી વગેરેનાં વાસણ, તલ એ આકાશનાં તારા વગેરે સ્વપ્નમાં દેખાય તો ત્યાં આ બધું હાડકાં સૂચક હોય છે.

 

9.       જે જગ્યાએ સૂવાથી સ્વપ્નમાં ભસવાનું દેખાય અને શિયાળ દેખાય ત્યાં ચોક્કસ હાડકાં હોય અથવા તે જગ્યા ભયજનક સમજવી.

 

10.   જ્યાં ઘાસ હંમેશાં કોમળનું કોમળ રહેતું હોય અને ગાયો આનંદથી ખાઈ જાય તો બીજા દિવસે પાછું પેદા થઈ જતું હોય તે જમીનમાં પણ ધન અને પાણી હોય છે.

 

11.   જે જગ્યાએ લાલ રંગનો સાપ અને લાલ રંગની કીડી દેખાય ત્યાં પણ ધન રહેતું હોય છે.

 

12.   જમીન ખોદતાં જ્યાં કમળ જેવી વાસ હોય ત્યાં ધન અને પાણી હોય છે.

 

13.   જ્યાં ચાસ પક્ષીનું રહેઠાણ હોય ત્યાં ચોક્કસ ધનનો ખજાનો હોય છે.

 

14.   જે જગ્યાએ સાપનું ઘર હોય, નોળિયાનાં દર્શન અથવા કાચંડો દરરોજ દેખાય, સંધ્યાકાળે તથા સવારે જે જગ્યાએ ઉત્તર દિશા તરફ મોઢું રાખીને બેઠેલા ખંજન પક્ષી દેખાય તે જગ્યાએ અવશ્ય ધન સમજવું.