કાગડા થકી શુકન-અપશુકન

કાગડા થકી શુકન-અપશુકન

કાગડી થકી શુકન

1.   ગામ જતાં કે ઘરથી બહાર નીકળતાં કાગડો જમણી દિશાથી ડાબી દિશા તરફ જાય તો ધારેલું કામ સિધ્ધ થાય.

 

2.   ગામ જતાં કાગડો વડની ડાળ ઉપર ઊડીને બેસે અને બોલે તો ધનનો લાભ સમજવો.

 

3.   ગામ જતાં કાગડો ચાંચથી જમીન ખોતરે, જમીનમાં ચાંચો મારે ને માટી કાઢે તો જે કાર્ય ચિંતવ્યું હોય તે સિધ્ધ થાય.

 

4.   ગામ જતાં કાગડો દૂધાળા ઝાડ ઉપર બેસી ચાંચ ઘસતો માલૂમ પડે તો ધન લાભ થાય.

 

કાગડા થકી અપશુકન

1.   ગામ કે બહાર જતા કાગડો બોરડી, બાવળ કે એવા કાંટાળા ઝાડ પર બોલે તો જ્યાં જ્યાં જાવ ત્યાં તકરાર થાય.

 

2.   ગામ જતાં કાગડો સામે આવતો માલૂમ પડે, વાહન ઉપર બેસે, તો માર્ગે જવું નહિ પણ બીજી દિશા તરફ થોડા ચાલીને પછી જવું, કારણકે આ ભયંકર આફતની નિશાની ગણાય છે.

 

3.   કાગડો જમણી બાજુ પાંખ ફફડાવે તે તે દિવસે પરગામ જવાનું માંડી વાળવું. આ દ્દશ્ય એ ત્રણ વાર માલૂમ પડે તો ઘરથી બહાર ન નીકળવું. આ અપશુકન એવા છે કે બહાર તરફ ગયેલે ઘર પાછો આવતો નથી.

 

4.       કાગડો ડાબી દિશાએથી જમણી તરફ બે-ત્રણ વાર ચક્કર મારે તો બંધન, મરણ, આફતના સમાચાર જાણવા.


આવું થાય ત્યારે

1.   ખભા ૫૨ કે માથા પર કાગડો બેસે તે તદ્દન અશુભ છે. એટલું જ નહિ પણ મૃત્યુ, આફતના ઓળા આવે છે. આવા સમયે મૃત્યુંજય મંત્ર જપવો અથવા તો વૈદિક કાર્ય કરનાર બ્રાહ્મણ પાસે મૃત્યુંજય મંત્ર કરાવવા.

 

2.   કાગડાનું મૈથુન ધોળે દિવસે નજરે જોવામાં આવે તોપણ અશુભ ગણાયું છે. આફત-અપશુકન થાય, ધારેલા કાર્યમાં સફળતા મળતી નથી.

 

3.   ઉપરોક્ત બંને વિગતો ઉપરાંત કાગડો વિષ્ઠા કરે તો તેનું ભવિષ્ય જુદું મનાય છે. તમે જે કામ માટે નીકળ્યા હોય તે કામ થાય એ ચોક્કસ છે.

 

4.   કાગડાથી અશુભ ચિહ્નો જણાય ત્યારે શિવપૂજા કરવી. જેથી અનિષ્ટ દૂર થશે.